નવસારીનાં વિજલપોર વિસ્તારમાં રહેતા પરિવારની 16 વર્ષીય પુત્રીને કાયદેસરનાં વાલીપણામાંથી ભગાડી જનાર 26 વર્ષીય યુવક વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. મળતી માહિતી મુજબ, વિજલપોરમાં શ્રમિક પરિવારની ધોરણ-12માં ભણતી પુત્રી બપોરનાં સમયે ઘર પાસે ભીખ માંગવા આવેલી એક છોકરીને વધેલું ભોજન આપવા માટે પરિવારે મોકલી હતી જ્યાં 16 વર્ષીય સગીરાએ બહારથી દરવાજાનો અડાગરો મારી યુવક સાથે નાસી છૂટી હતી.
લાંબા સમય સુધી દીકરી ઘરમાં પરત ન આવતા પરિવારે પાડોશીઓ પાસે દરવાજો ખોલાવ્યો હતો. અગાઉ પણ સગીરા સાગર પંડ્રીનાથ પાટીલ નામના યુવક સાથે નાસી ગઈ હતી. પરંતુ થોડા સમય બાદ તે પાછી આવી ગઈ હતી તેથી પરિવારે સાગર ઉપર શંકા રાખી તેને ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો જેથી સાગરનાં પિતાને પણ ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેથી પરિવારે સાગર પાટિલ વિરુદ્ધ વિજલપુર પોલીસ મથકમાં કાયદેસરનાં વાલીપાણામાંથી સગીરાને ભગાડી જનાવવાના પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application