નવસારીનાં વિજલપોરનાં પ્રતીક્ષા રો-હાઉસ બપોરનાં સમયે એક શખ્સની હત્યા કરાઈ હતી જેમાં 34 વર્ષીય ધર્મેન્દ્ર સોનકર ઘર પાસે ઉભો હતો ત્યારે એક અજાણ્યા ઈસમે પેટમાં ચપ્પુ મારી દેતા તે જગ્યા પર જ ફસડાઈ પડ્યો હતો. જોકે સ્થાનિકોએ તાત્કાલિક શખ્સને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા વિજલપોર પોલીસ દોડી આવી તપાસ શરૂ કરી છે. જયારે સ્થાનિકોના જણાવ્યા મુજબ યુવક પર હુમલો અંગત અદાવતમાં કરવામાં આવ્યો છે.
જયારે આ શખ્સ ઉત્તરપ્રદેશના ફતેપુર જિલ્લાનો વતની છે અને છેલ્લા 20 વર્ષથી વધુથી નવસારીનાં વિજલપોરમાં રહીને કન્સ્ટ્રક્શનનાં વ્યવસાય સાથે જોડાયેલો હતો. જોકે બપોરે ઘર આગળ ઊભા રહેલા ધર્મેન્દ્ર સોનકર પર એકાએક ઘાતકી હુમલો કરી હુમલાખોર નાસી છૂ્ટ્યો હતો. હત્યાની જાણ થતા વિજલપોર પોલીસ દોડતી થઈ હતી અને CCTV ફૂટેજ અને બાતમીદારોને કામે લગાડી અજાણ્યા હત્યારાઓને ઝડપી પાડવા માટેની કામગીરી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application