Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જલાલપોરનાં તવડી ગામનાં શખ્સે તમિલનાડુનાં વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ કરી

  • February 06, 2023 

જલાલપોરના તવડી ગામે આધેડે હાલ વલસાડ અને તમિલનાડુનાં વ્યાજખોર પાસે વ્યાજનાં 30 હજાર 21 ટકા માસિક દરે લીધા હતા. જેનું વ્યાજ સહિત 35 હજારથી વધુ ચૂકવી દીધા છતાં મુદલ અને વ્યાજનાં નાણા બાબતે ધમકી આપતા આ બાબતે તવડીનાં આધેડે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી હતી.મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાનાં તવડી ગામે રહેતા હરીશભાઈ બાબુભાઈ નાયકા (ઉ.વ.55) નાએ નાણાની જરૂર હોય તેમના ગામમાં વલસાડથી આવતા તમિલનાડુનાં રહીશ વિનોદ રંગાસ્વામી નામના વ્યાજખોર પાસે અલગ-અલગ તારીખે કુલ રૂપિયા 30 હજાર માસિક 21 ટકાના વ્યાજે લીધા હતા.





જોકે તેના વ્યાજના નાણા તરીકે દરરોજ સાંજે વ્યાજના નાણાં લેવા આવતા હતા. એક મહિનામાં 35 હજાર રકમ આપી હતી, ત્યારબાદ મારા મુદલ અને વ્યાજનાં નાણા લાવો તેમ કહી ધમકી આપી હતી. હરીશભાઈ નાયકાને મજૂરી ન મળતા ઘરે હોય આસપાસથી નાણાં વ્યાજખોરને આપતા હતા. ત્યારબાદ મજૂરી કામ બંધ થઈ ગયું હોય નાણા ન આપતા હોય અવાર-નવાર ઘરે આવી જાહેરમાં અપમાનિત કરી ધમકી આપતા હતા. હાલમાં પોલીસે કરેલ અપીલને લઈ હરીશભાઈ નાયકાએ મરોલી પોલીસમાં ફરિયાદ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application