નવસારીમાં વિજલપોરનાં સૂર્યનગરમાં રહેતા આધેડે પત્ની સાથે ઝઘડો થતાં પત્ની ઉધનામાં રહેતી તેમની પુત્રીને ત્યાં રહેવા ચાલી ગઇ હતી. જેને લઇ હતાશામાં આવીને આધેડે ફાંસો ખાઇ જીવન ટુકાવી દીધું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિજલપોરના સરસ્વતી નગરમાં રહેતા સંદીપ નામદેવ પાટીલે પોલીસમાં જાણ કરી કે સૂર્યનગરમાં રહેતા તેમના નજીકનાં સગા નારાયણ ભીકાભાઈ પાટીલ (ઉ.વ.55) તેમની પત્ની સુનંદાબેન રહેતા હતા.
ચારેક દિવસ પહેલા તેમની પત્ની સુનંદાબેન સાથે બોલાચાલી થઈ હતી. તેમની પત્ની રિંસાઇને પુત્રીનાં ઘરે ઉઘના જતી રહી હતી. જેને પગલે નારાયણભાઈ પાટીલ હતાશામાં રહેતા હતા. તેઓ ગત તારીખ 31મી જુલાઈનાં રોજ ઘરે એકલા હતા ત્યારે ઘરના ઉપરના ભાગે આવેલ રૂમમાં પંખા સાથે ટુવાલ વડે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. આ બનાવની તપાસ પી.એસ.આઇ. કરી રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application