નવસારી તાલુકાનાં વાડા ગામની યુવતી રાત્રે ઘરે મોડી આવતી હોય વાલીએ ઠપકો આપતા આ યુવતી રાત્રીનાં સમયે મોપેડ લઈને કોઈને કહ્યા વગર જતી રહી હતી. જયારે બીજા દિવસે આ યુવતીની લાશ ગણદેવીનાં માયાતલાવડી ગામનાં તળાવમાંથી મળી આવતા ચકચાર મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર, નવસારીનાં વાડા ગામનાં રાજેશભાઈ પટેલે ગણદેવી પોલીસમાં જાણ કરી કે, તેમના મોટાભાઈની દીકરી રીયા ગત તા.12 જાન્યુઆરીના રાત્રિના સમયે ઘરે મોડી આવી હતી. જેને લઈ યુવતી મોડી આવતી હોય વાલીઓએ ઠપકો આપ્યો હતો.
જોકે યુવતીને મન દુઃખ થતા તે પોતાની મોપેડ લઈને ઘરેથી કોઈને કહ્યા વિના જતી રહી હતી જેની શોધખોળ કરતા રીયા મળી આવી ન હતી. જેથી ગણદેવી તાલુકાનાં સાલેજ માયાતલાવડી પાસે આવેલા તળાવમાં આ યુવતીની લાશ મળી આવતા પોલીસને અને આસપાસનાં ગામોનાં લોકોને ખબર પડી હતી. જોકે આ લાશ રીયાની હોવાનું તેણીના પરિવારજનોએ તેને ઓળખી બતાવી હતી. આમ પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application