Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસની વર્દી પહેરી બીચ પર આવતાં પ્રેમીઓને કાયદાઓનો ડર બતાવી રૂપિયા પડાવતો નકલી પોલીસ ઝડપાયો

  • February 20, 2023 

નવસારીમાં રહેતો એક યુવક વેલેન્ટાઇન ડેના રોજ પોતાની પ્રેમિકાને લઈને દાંડી બીચ પર ફરવા ગયો હતો. જોકે કપલ પોતાની મસ્તીમાં બેઠું હતું અને પ્રેમભરી વાતો કરી રહ્યું હતું તે સમયે અચાનક ખાખી વરદી ધારણ કરેલ પોલીસ આવી અને કાયદાનો ડર બતાવવાનું ચાલુ કર્યું હતું જોકે કપલે માફી માંગી પણ નકલી સાહેબ માનવા તૈયાર ન થયા હતા. જયારે પોલીસ અને કપલ વચ્ચે વાર્તાલાપ લાંબો ચાલ્યો અને અંતે વાત આવી સમાધાનની ત્યારે સાહેબે વધુ રકમ માંગીને અંતે 8 હજારમાં નક્કી થયું.








ત્યારબાદ કપલે સાહેબને 8 હજાર આપે તો સાહેબ પોલીસ મથકે નહીં લઇ જાય એવી વાત નક્કી થઇ હતી. પરંતું સ્ટોરીમાં વળાંક એવો આવ્યો કે, કપલ જોડે 8 નહીં પણ 5 હજાર રૂપિયા જ હતા. જેથી 5 આપ્યા અને બાકીનાં પછી આપવાની વાત થઇ ને નકલી સાહેબ ત્યાંથી રવાના થયા હતા. તેમજ બે દિવસ બાદ એટલે કે, તારીખ 16 ફેબ્રુઆરીએ અજાણ્યા નંબર પરથી યુવક પર ફોન આવ્યો ને દાંડી બીચ વાળા સાહેબની ઓળખ આપી અને કહ્યું બાકીનાં 3 હજાર આપી જાઓ એવી વાત કરી અને પૈસા આપવાનું સ્થળ નક્કી થયું હતું.








જોકે વેલેન્ટાઇન ડેના રોજ ઘટેલી અને ફોનવાળી તમામ ઘટના યુવકે તેના મિત્રને કરી અને મિત્ર સાથે યુવક સાહેબને પૈસા આપવા ગયો હતો. ત્યાં વાતવાતમાં બંનેને ખ્યાલ આવી ગયો કે, આ સાહેબ અસલી નહીં પણ નકલી પોલીસ છે એનું સાચુ નામ બ્રિજભૂષણ રાય છે. યુવક જોડે નકલી સાહેબનાં તમામ પત્તા આવી જતા તે પોલીસ મથકે પહોંચી ગયો અને તમામ હકીકત બતાવી ફરિયાદ નોંધાવી હતી.







આ ઘટના દાંડીમાં બની હોવાથી યુવકે જલાલપુર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસ એક્શનમાં આવી ને નકલી સાહેબ બનેલા બ્રિજભૂષણ રાયને ઉઠાવી લીધો હતો. જયારે પોલીસની કડક પુછપરછમાં બ્રિજભૂષણ રાય ભાંગી પડ્યો ને હકીકત જણાવી કે, હું એક ખાનગી બેંકમાં નોકરી કરતો હતો અને નોકરી છુટી જતાં મે વરદી ખરીદીને આ ખેલ શરૂ કર્યો હતો. અને હું પ્રેમીઓને ટાર્ગેટ કરતો હતો. આમ, બ્રિજભૂષણ રાયે આવા કેટલા પ્રેમીઓ જોડેથી તોડપાણી કર્યા છે એ જાણવા જલાલપુર પોલીસે આદળની તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application