Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગણદેવીનાં ‘સતી માતા’ મંદિરે કાળીચૌદસનાં રોજ ભરાશે મેળો, મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરવા માટે ભક્તોની ભીડ જામશે

  • November 05, 2023 

નવસારી જિલ્લાનાં ગણદેવીનાં ‘સતી માતા’ મંદિરે કાળીચૌદસનાં રોજ ભાતીગળ મેળો પરંપરાગત સંગીત વાદ્યો અને ઘેરૈયા નૃત્ય સાથે માણવા મળશે જે માટેની પુરજોશમાં ચાલી રહેલ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આપણી સંસ્કૃતિમાં પ્રજા દરેક તહેવારોને મન ભરીને ઉજવણી કરે છે જેમાં આપણે એક મેકના પર્યાપ્ત છે તેમજ લોક સંસ્કૃતિને ધબકથી રાખતા માટે મેળા આસ્થાનું કેન્દ્ર છે.



જેથી ગણદેવીનાં ‘સતી માતા’ મંદિરે દિવાળીના દિવસોમાં મેળો જામે છે અને મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરવા માટે ભક્તોની ભીડ જામે છે ભાતીગળ મેળામાં દક્ષિણ ગુજરાતની લોક સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે જેમાં ભજન મંડળો અને પરંપરાગત સંગીત વાદ્ય સાથે આદિવાસી ઘેરૈયા લોક નૃત્ય થકી માતાની આરાધના કરે છે ત્યારબાદ ઘેરૈયા ઘરે ઘરે ઘેર રમવાની શરૂઆત કરે છે. અંધકારમય આકાશ વચ્ચે દિવાળીના ઝગમગાટ સાથે લોકો મન ભરી મેળાને વર્ષો વરસથી માણે છે અને આ વર્ષે કાળીચૌદસનાં રોજ આ મેળો માણવા મટી ભક્તો દુર દુરથી આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application