Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બોરિયાચ ટોલનાકા પાસેથી ટ્રકમાં 8.42 લાખનો દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો

  • July 15, 2024 

નવસારી હાઈવે ઉપર બોરિયાચ ટોલનાકા પાસેથી રૂપિયા 8.42 લાખનાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. આ સાથે જ સાથે એલ.સી.બી.ની ટીમે તેના ધરપકડ કરી ઈંગ્લિશ દારૂ અને ટ્રક મળી રૂપિયા 18.49 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, નવસારી જિલ્લા એલ.સી.બી.ની ટીમ પ્રોહિબિશેનની કામગીરી અટકાવવા માટે પ્રેટ્રોલિંગમા હતી.


તે વખતે તેને બાતમી મળી હતી કે, ઇંગ્લીશ દારૂ ભરેલી ટ્રક બોરીયાચ ટોલનાકા પાસેથી પ્રસાર થનાર છે. જેના આધારે એલસીબી સ્ટાફે વોચ ગોઠવી બાતમી મુજબની ટ્રકને અટકાવી તલાસી લેતા તેમાંથી રૂપિયા 8,42,400/-ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. આ સાથે જ પોલીસે ચાલક અશ્વિન માનસિંહ ચૌહાણ (ઉ.વ.29, રહે.તલાસરી, જિલ્લો પાલધર, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી ઈંગ્લિશ દારૂ અને ટ્રક મળી રૂપિયા 18.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application