નવસારીનાં વેલંજાની શિવ આસ્થા સોસાયટી ઘર નંબર 89 ખાતે રહેતા 63 વર્ષીય દુર્લભભાઈ પોપટભાઈ રામાણી પત્ની વિમલાબેનની આંખની સારવાર અર્થે વરાછાની બેલડીયા હોસ્પીટલ ખાતે જઈ રહ્યા હતા. ત્યારે તેમની હોન્ડા સાઈન બાઈક નંબર GJ/05/N/5544 પર અબ્રામાથી વરાછા તરફ જઈ રહ્યા હતા. તેમની આગળ ચાલતી ટ્રકને દુર્લભભાઈ ઓવર ટેક કરી રહ્યા.
ત્યારે સામેથી આવી રહેલી ટ્રકના ચાલકે તેની ટ્રક ગફલત ભરી રીતે હંકારી લાવી દુર્લભભાઈની હોન્ડા સાઈન ગાડીને અડફેટે લેતા પાછળ બેઠેલા પત્ની વિમલાબેન પરથી ટ્રકનું પાછળનું ટાયર ફરી જતા તેમની કમરના નીચેના ભાગમાં બંને પગે ઇજા થઇ હતી. જોકે સ્થળ પર આવી પહોંચેલી 108 મારફતે વિમલાબેનને સુરત ખાતેની સ્મીમેર હોસ્પીટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યાં હાજર ડોકટર દ્વારા તેમનું પ્રાથમિક સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જયારે અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના અંગે મૃતક વિમલાબેનનાં પતિ દુર્લભભાઈએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application