Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : પોલીસની ખોટી ઓળખ આપી ટેમ્પો ચાલકને માર મારનાર યુવક વિરુદ્ધ ગુનો નોંધાયો

  • March 09, 2023 

સુરતનાં ઈચ્છાપોર વિસ્તારમાં રહેતા શ્યામ લુબ્રિકેટ કંપનીનાં ચાલક તરીકે ફરજ બજાવતા શ્યામલાલ શાંતિલાલ ખટીકે ખેરગામ પોલીસમાં ફરિયાદ આપી કે, તેઓ ગત તા.15 ફેબ્રુઆરીનાં રોજ બપોરે 3.30 વાગ્યાનાં સુમારે તેમનો ટેમ્પો લઇ રૂમલાથી ધરમપુર રોડ તરફ પાણી ખડક સર્કલથી આગળ જામનપાડા ગામે પસાર થતા હતા. તે સમયે ટેમ્પોની આગળ નંબર વગરની કાર ઉભી રહી હતી અને કારમાંથી વિકાસ યાદવ (રહે.ધરમપુર) એ ઉતરીને અમારા ટેમ્પમાં ચાલક સાઇડ આવી ટેન્કરનો દરવાજો ખોલી શ્યામલાલને પેટમાં મુક્કો મારી ટેમ્પો બંધ કરી ચાવી લીધી હતી.








જયારે બાજુમા બેસેલ ક્લીનર રસિકભાઇને બેથી ત્રણ તમાચા માર્યા હતા. આ યુવકે તેમની ઓળખ ધરમપુરનાં વિકાસ યાદવ પોલીસવાળા તરીકે તેમની ઓળખ આપી હતી. જોકે શ્યામ લુબ્રિકેન્ટનાં અલ્પેશભાઇ નામના યુવાનને ફોન કરી તેમને જણાવ્યું કે, ‘તમે ક્યાં છો’ તમારી ગાડી અહીં મે રોકેલ છે. તો તું તરત અહીં આવી જાત એમ જણાવી ક્લિનર રસીકભાઇને ગાડીમાંથી ઉતારી માર માર્યો હતો. વધુમાં જણાવ્યું કે તેમના બંને શેઠની સોપારી આપેલ છે અને એકનું મર્ડર પણ થઇ જશે. તેમ જણાવી ધમકી આપી આપતા પોલીસે ફરિયાદ નોંધી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application