નવસારીના વેસ્મા ગામની રહેતી એક મહિલાનું ઘરે સાફ સફાઈ દરમિયાન પોતુ મારવાનું કપડું લોખંડના શેડ ઉપર હતું તે લેવા માટે જતા વીજ કરંટ લાગતા સારવાર દરમિયાન મોત થયું હતું. મળતી માહિતી મુજબ, નવસારીનાં વેસ્મા અરડી ફળિયામાં રહેતા પ્રફુલભાઈ ગુણવંતભાઇ પટેલ તેમની પત્ની નિકિતાબેન સાથે રહે છે. જોકે તેઓ નિકિતાબેન ગત તા.28 જૂનનાં રોજ ઘરે સાંજે ઘરમાં સાફ સફાઈ કરતા હતા અને નિકિતાબેન ઘરની પાછળ આવેલ લોખંડના શેડ ઉપર મુકેલું હતું, જે લેવા જતા તેમને અચાનક કરંટ લાગ્યો હતો. તેમના પતિ પ્રફુલભાઈ પટેલ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યા તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application