વિજલપોરમાં સોમવારથી ત્રણ દિવસ રેલવે ફાટક બંધ રહેતા વાહન ચાલકોને મુશ્કેલી પડશે. જોકે આ વિજલપોરમાં આવેલ રેલવે ફાટક ઉપરથી દિવસ દરમિયાન હજારો વાહન ચાલકોની અવર-જવર થાય છે. અહીં નજીકનું ગરનાળુ તો ઘણા સમયથી બંધ જ થયું હોય ફાટક ઉપરથી જ અવર-જવર થઇ શકતી હતી. જયારે રેલવે તંત્રે એક બોર્ડ મારી ફાટકને તા.1 ઓગસ્ટને સોમવારે સવારે 7 કલાકથી 3 ઓગસ્ટ સાંજે 7 વાગ્યા સુધી મરામત કામગીરી માટે બંધ રાખવાની જાહેરાત કરી છે.
જયારે ત્રણ ત્રણ દિવસ ફાટક બંધ રહેતા અહીંથી અવર-જવર કરતા હજારો વાહન ચાલકોને મુશ્કેલી પડશે. આ વાહન ચાલકોએ ના છૂટકે નવસારી રેલવે ફાટક અથવા નવસારી અંડર બ્રિજ અથવા ગાંધી સ્મૃતિ ફ્લાય ઓવરનો સહારો લેવો પડશે. જેને લઇ ત્યાં ટ્રાફિક વધશે. જો વરસાદ પડે અને નવસારી અંડર બ્રિજમાં પાણી ભરાય તો સમસ્યા વધવાની પણ શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application