નવસારીનાં જહાંગીર ટોકીઝ પાસે આવેલા ક્લિનિકમાં તબીબ બે કલાક કામ કરવા આવ્યા હતા. તે અરસામાં સિવિલ હોસ્પિટલ પાસે પાર્કિંગમાં મુકેલી કારનો કાચ તોડી અંદર મુકેલ બેગ ચોરી ગયા હતા. બનાવ અંગે તબીબે ટાઉન પોલીસમાં અરજી આપી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારીના છાપરા રોડ પર રહેતા ડો.ચેતન પટેલે ટાઉન પોલીસમાં અરજી આપતા જણાવ્યું કે, તેઓ સિવિલ હોસ્પિટલની સામે ક્લિનિક ધરાવે છે.
જોકે તેઓ ગણેશ વિસર્જનનાં દિવસે સવારે પોતાની કારમાં ક્લિનિક આવ્યા હતા. સિવીલ હોસ્પિટલની સામે કાર પાર્ક કરી હતી. તેઓ 12 વાગ્યે કામ પૂર્ણ કરી પરત આવ્યા ત્યારે જોયું તો તેમની કારનો પાછળનો કાચ તૂટીલી હાલતમાં જોયો હતો. કારમાં તપાસ કરતા અંદર મુકેલી તેમની બેગ ગાયબ જણાઇ હતી. જયારે ડો.ચેતન પટેલે ટાઉન પોલીસમાં આપેલી અરજીમાં જણાવ્યું કે તેમની બેગમાં સમાજ થકી સરકારમાં રજૂઆત કરેલા કાગળો હતા અને નોટબુક હતી. બનાવ અંગે ટાઉન પોલીસમાં અરજી આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી. (ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application