વાંસદા-ધરમપુર રોડ પર આવેલા રવાણિયા ગામના પટ્રોલ પંપ પાસે સવારે એક ટ્રક બંધ હાલતમાં ઉભી હતી. આ ટ્રકની લાઈટ કે સાઈડ સિગ્નલ ચાલુ નહીં હોવાથી તે નજરે નહીં પડતાં પાછળ બાઈક અથડાતા બાઈક ચાલક સહિત 2નાં મોત નીપજ્યાં હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાંસદા-ધરમપુર રોડ ઉપર રવાણિયા ગામના પાસે ટ્રક નંબર એમએચ/12/ઈએફ/2535 હર્ષ પેટ્રોલ પંપ પાસે ઉભી રહેલી હતી.
તે દરમિયાન ઘોડમાળમાં રહેતા પ્રવિણ ઝીણાભાઈ દરવડા (ઉ.વ.35) અને સુનિલ જશુભાઈ દરવડા (ઉ.વ.29) જેઓ બંને બાઈક નંબર જીજે/21/બીઆર/5421 ઉપર તલાવચોરા ગામેથી નીકળી ઘરે જઈ રહ્યા હતા. તે સમયે દરમિયાન રવાણિયામાં પેટ્રોલપંપ નજીક લાઈટ કે સિગ્નલ લાઈટ તેમજ આડાશ વગરે ઉભી રહેલી ટ્રકમાં તેમની બાઈક ઘૂસી જતાં બંને યુવકો રોડ પર પટકાયા હતા.
જેને પગલે બંનેને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. બનાવ અંગે સુરેશ માલુભાઈ હાડ (રહે. માંડવખડક) નાએ વાંસદા પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500