Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ત્રીપલ સીટ સવાર યુવકોની બાઈક વળાંકમાં વીજપોલ સાથે ટકરાતાં બે યુવકોનાં મોત, એક સારવાર હેઠળ

  • July 07, 2023 

નવસારીનાં ગણદેવી-દુવાડા જતાં માર્ગ પર ત્રીપલ સીટ સવાર મિત્રોની બાઈક ખેરગામના વળાંકમાં વીજપોલ સાથે ટકરાઈ હતી. જેમાં ત્રણેય યુવકને ગંભીર ઇજા સાથે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતા જયા બે યુવકનાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા હતા, જ્યારે બાઈક ચાલક ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ ત્રણેય યુવકો મોડી રાત્રે મિત્રની બર્થડે પાર્ટીમાંથી પરત ફરતા હતા. તે સમયે અકસ્માત સર્જાયો હતો. જયારે મૃતક બંને યુવક તેમના માં-બાપનાં એકના એક પુત્ર હોવાથી દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.



સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાના ધનોરીના તાડ ફળિયામાં રહેતા અજય અજીતભાઈ હળપતિ (ઉ.વ.20), ધનોરી તળાવ ફળિયામાં રહેતો ઉજ્જવલ બાબુભાઇ હળપતિ (ઉ.વ.20) અને નજીકના ખેરગામ વશી ફળિયામાં રહેતો મિત્ર વિશ્વમ વિનોદભાઈ હળપતિ (ઉ.વ.19) નાઓ બુધવારે મોડી સાંજે અજયની હીરો સ્પ્લેન્ડર બાઈક નંબર GJ/21/DD/4408 ઉપર ત્રીપલ સવાર થઈને ગણદેવીમાં રહેતા મિત્રની બર્થ-ડે પાર્ટીમાં ગયા હતા.



જોકે બર્થ ડે પાર્ટીમાંથી મોડી રાત્રે ઘરે પરત ફરતા હતા. તે દરમિયાન ખેરગામના વશી ફળિયા વળાંક ઉપર બાઈક વીજ પોલમાં ધડાકાભેર અથડાતા ત્રણેય મિત્રો માર્ગ પર પટકાયા હતા. તેમને લોહીલુહાણ હાલતમાં ગણદેવીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ઉજ્જવલ અને વિશ્વમનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. જ્યારે બાઈક ચાલક અજય હળપતિને માથા અને ડાબી આંખની ઉપર ગંભીર ઇજાનાં કારણે સારવાર આપવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application