નવસારીમાંથી પસાર થતો હાઇવે પાસેથી મોટી સંખ્યામાં કેમિકલ ચોરી વધતા LCB એક્ટિવ બની હતી. સુરત હજીરાથી વાપી ટેન્કરમાં જતું કેમિકલ અધવચ્ચે ચીખલી પાસે ચોરી થતું હતું. ચોરી કરેલ અને ટેન્કરમાંનો કેમિક્લનો રૂપિયા 22.49 લાખના જથ્થા સહિત મુદ્દામાલ કબ્જે કરી 2’ની ધરપકડ સાથે એકને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, LCB વોચ ગોઠવી હતી.
તે દરમિયાન અમદાવાદ મુંબઈ હાઇવે પર આલીપોર ગામની સીમમાં મેટ્રો હોટલની નજીક સર્વિસ રોડ પરથી ટેન્કર નંબર GJ/06/AX/4313માંથી ચોરી કરેલ બેઝાઈન કેમિકલનો 105 લીટરનો રૂપિયા 8,610/-નો જથ્થો આરોપી સોહનલાલે અન્ય ટ્રકમાંથી ચોરેલો અને બીજો 105 લીટરનો જથ્થો તથા ટેન્કરમાંનુ બેન્ઝાઈન પ્રવાહીનો 27,182 લીટરનો રૂપિયા 22,32,716/- મળી કુલ 27,392 લીટરનો કુલ રૂપિયા 22,49,976/-નો જથ્થો ઉપરાંત ટેન્કર, મોબાઈલ, મોપેડ તથા અંગઝડતીમાં રોકડા રૂપિયા 42,86,476/-નો મુદ્દામાલ કબ્જે કરી સોહનલાલ વિરવાલ (રહે.ચીખલી, જિ.નવસારી મૂળ રહે.કલવા રાજસ્થાન) અને ટેન્કર ચાલક અંકેશકુમાર (રહે.પંપરાવન,સોનપુરા, તા.મડિયાદુ, જિ.જોનપુર)ની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500