ગણદેવી વન વિભાગની ટીમમે બાતમી મળી હતી કે, બીલીમોરા નજીકના દેવસર ગામની સ્મશાન ભૂમિ રાધાકૃષ્ણ મંદિર, નેરોગેજ રેલ્વે ક્રોસિંગ આગળ રાષ્ટ્રીય પક્ષી ઢેલ (માદા મોર)નો ગીલોલથી શિકાર કરી તેની મીજબાની માણી રહ્યાં છે. જે બાતમીનાં આધારે ગણદેવી વન વિભાગની ટીમ બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી.
જ્યાં ઘટના સ્થળેથી રાષ્ટ્રીય પક્ષી માદા મોર (ઢેલ) જેને શિકાર કરવા ઉપર પ્રતિબંધ હોવા છતાં તેને મારી તેની મીજબાની માણતા અનિલ પવાર (ઉ.વ.27, રહે.ડોલવણ, બેસનિયા ગામ, તાપી) અને વિકાસ બેરખરે (ઉ.વ. 22, રહે.ખાંભલા,વાંસદા) નાને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જ્યારે તેમની સાથેના બે શખ્સ મહેશ અને શંકર (રહે.ડાંગ) નાસી જતા ફરાર જાહેર કર્યા હતા.
જોકે રેડ દરમિયાન વન વિભાગની ટીમે ઘટના સ્થળે શિકારીઓ પાસેથી ઢેલનાં અવશેષો સાથે તેનો શિકાર કરવા માટે વાપરવામાં આવેલ બે ગીલોલ કબ્જે કરી ઝડપાયેલા બંને શિકારી સામે ગુનો નોંધી તેમને ગણદેવી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જોકે નાસી છુટેલા બે આરોપીની ગણદેવી વન વિભાગની અને સૂપા અને વાંસદા રેન્જના વન અધિકારી સાથે મળી શોધખોળ કરી રહ્યાં હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500