Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : ટેમ્પોમાં બે ભેંસ અને બચ્ચું લઈ જતા ચાલક સહિત બે ઝડપાયા

  • October 20, 2022 

નવસારીમાં સાલેજ અને ગણેશ સિસોદ્રાથી બે ભેંસ અને બચ્ચું લઈ જતા સુરતનાં ચાલક સહિત બે પાસે કોઈ દસ્તાવેજો નહીં હોય અને ઘાસ ચારાની વ્યવસ્થા કરેલી નહીં હોય તેમની અટક ગ્રામ્ય પોલીસે કરી હતી. મળતી માહિતી અનુસાર, નવસારીનાં ગ્રીડ ઓવરબ્રિજ પાસેથી સુરત લઈ જતા ટેમ્પોમાં 2 ભેંસ અને બચ્ચુને દોરડા વડે બાંધેલા હોય, ટેમ્પોમાં ઘાસ ચારાની સગવડ નહીં હોય તેમજ તેમની પાસે દસ્તાવેજો નહીં હોય ગ્રામ્ય પોલીસના સ્ટાફે ટેમ્પો નંબર GJ/05/BX/6265નાં ચાલક અંશાર ઇશાક શેખ અને સાબિર ઉર્ફે ભંગાર (બંને રહે.રઝાનગર ઝૂંપડપટ્ટ, સુરત)નાની અટક કરી હતી. જોકે પોલીસે પશુઓ પ્રત્યેનાં ઘાતકીપણું અટકાવવાનાં અધિનિયમ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application