Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બિમારીથી કંટાળી મહિલાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • November 07, 2022 

જલાલપોરનાં કોલસાણા ગામે રહેતી મહિલાને પેટની બિમારી હોય તેની સારવાર કરાવવા છતાં પણ સારી નહીં થતા આખરે ઘરે એકલી હતી ત્યારે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર, જલાલપોરનાં કોલાસણા ગામે રહેતા અશોકભાઈ ઉકાભાઈ રાઠોડે મરોલી પોલીસમાં જાણ કરી હતી કે, તેમની માતા મધુબેન ઉકાભાઈ રાઠોડ (ઉ.વ.55) તેમની સાથે રહેતા હતા. તેમની માતાને પેટની બિમારી હતી.

જોકે સારવાર કરવા છતાં સારી નહીં થતા કંટાળી ગઈ હતી અને જેથી તા.5મી નવેમ્બરનાં રોજ સવારે 7 વાગ્યા પહેલા તેણીનો ઘરના આગળના દરવાજા પાસે ઘરના માળિયામાં આવેલ લાકડા સાથે નાયલોનની દોરી વડે ફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ તેમના પરિવારજનોને સવારે થઈ હતી જેથી અશોકભાઈએ પોલીસે આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application