Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બંધ ઘરમાંથી ચોરટાઓએ રૂપિયા 1.40 લાખ રોકડ રકમની ચોરી કરી ફરાર

  • June 04, 2022 

નવસારીમાં ઘેલખડી વિસ્તારમાં રહેતા વ્યંઢળના ઘરમાંથી ચોરટાએ રૂપિયા 1.40 લાખ રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ જતા નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે ઘટનાની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારીનાં ઘેલખડી વિસ્તારના નવા મોહલ્લામાં રહેતી વ્યંઢળ હસન ઉર્ફે હસીના કુંવર બશીર શા (ઉ.વ.47)ના ઘરેથી વધામણાં થકી ભેગી કરેલી રૂપિયા 1.40 લાખની રોકડ રકમની ચોરી થવાની ઘટના સામે આવી છે.




જોકે આ ઘટના ગુરૂવારે સવારે 7.00 વાગ્યાથી બપોરે 2.30 વાગ્યા સુધીના અરસામાં ઘરની ડુપ્લીકેટ ચાવીથી કે અન્ય કોઇ સાધનની મદદથી ચોર ઇસમે ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરના અંદરના બેડરૂમમાં આવેલ લાકડાના કબાટમાંથી ઘરની લોન ભરવા માટે એકત્ર કરેલા રૂપિયા 1,40,000/-રોકડાની ચોરી કરી હતી. આ ઘટના પગલે પોલીસે કલમ-454 અને 380 મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં પોલીસે ચોરીની ઘટનાને અંજામ આપનાર શખસને ઝડપી પાડવા પ્રયાસ શરૂ કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application