નવસારી શહેરના રંગૂનનગર કરિશ્મા ગાર્ડનના ફ્લેટમાં ધોળે દિવસે ચોરે ઘરમાં પ્રવેશ કરી કબાટમાં મુકેલા સોના ચાંદી અને રોકડા મળી કુલ 3.10ની ચોરી કરી નાસી જતાં ટાઉન પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. મળતી માહિતી મુજબ, રંગુન નગરનાં કરિશ્મા ગાર્ડનના બી ટાવર પર આવેલા ફ્લેટ નંબર-104માં પોતાના ભાઈ સાથે સંયુક્ત પરિવારમાં રહેતા રફીક મજીદખાન છુટક કપડા વેચાણનો ધંધો કરે છે. હાલમાં જ તેઓ ડાંગ જિલ્લામાં જઈને ડાંગ દરબારમાં કપડાનું વેચાણ કરી સારો એવો નફો મેળવ્યો હતો. જે પૈસા તેણે પોતાના ભાઈને રાખવા માટે આપ્યા હતા. ત્યારે તારીખ 13મી માર્ચે છાપરા રોડ ખાતે ભરાતા હાટમાં તેઓ વહેલી સવારે 9:30 વાગે ઘરને તાળું મારી ગયા હતા.
જ્યારે રાત્રે આવીને ઘરે જોતા ઘરમાં સામાન વેરવિખેર જણાયો હતો અને કબાટ મુકેલા રોકડા રૂપિયા તથા ભાભીના દાગીના પણ ચોરી થયા હતા. આ સમગ્ર ઘટનામાં ફ્લેટની નીચે લાગેલા CCTVમાં એક શંકાસ્પદ વ્યક્તિ બહાર જતો દેખાય છે જેને આધારે પોલીસે તપાસ કરી શરૂ કરી છે. અજાણ્યા તસ્કરે બંધ ફ્લેટની લોખંડની જાળીને મારેલું તાળું કોઈ સાધન વડે તોડી દરવાજો ખોલી ફ્લેટમાં પ્રવેશ કરી બેડરૂમમાં મૂકેલું કબાટ તોડી તેમાં રોકડા રૂપિયા 3,10,000/- તથા સોના ચાંદીના દાગીનાઓની ચોરી કરી હતી. બનાવ અંગે નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદીએ ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application