નવસારીનાં જલાલપોરનાં અબ્રામા ગામે રહેતા એક યુવકે કોઈ અગમ્ય કારણસર તેમના ઘરની સામે આવેલ વીજપોલ ઉપર સાડી વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જોકે રાત્રિનાં સમયે યુવકે ફાંસો ખાઈ લેતા ગામમાં ચકચાર મચી ગઇ હતી. બનાવની વિગત એવી છે કે, જલાલપોરનાં મંદિર ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રના ડો.તેજસ પટેલે પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું કે, અબ્રામા ગામના ચોરમલા ફળિયાના વિજય દિનેશભાઈ હળપતિ (ઉ.વ.25) નાએ કોઈ અગમ્ય કારણસર ઘરની સામે આવેલ વીજપોલ ઉપર સાડી વડે ફાંસો ખાઈ લીધો હતો.
જયારે આ ઘટનાની જાણ મૃતકનાં ભાઈ નેહલભાઈ હળપતિ સારવાર માટે મંદિર ગામે આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જતા તેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પોલીસમાં જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવીને તપાસ કરી હતી. બનાવ અંગે પોલીસે કોઈ અગમ્ય કારણસર આપઘાત કર્યાની નોંધ લઈ જલાલપોર પોલીસ આગળની તપાસ કરી રહ્યાં હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application