નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાનો એક ગુનો નોંધાયો છે જેમાં રાત્રે 19 વર્ષીય યુવતીએ બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. નારણભાઈ ચૌધરીને પરિવારમાં પત્ની, ચાર દીકરી અને એક પુત્ર છે. જેમાં ગતરોજ રાત્રે સૌથી નાની 19 વર્ષીય પુત્રી ભૂમિકા બાથરૂમમાં ન્હાવા માટે ગયા બાદ લાંબા સમય સુધી બહાર ન નીકળતા પરિવારજનોએ દરવાજો ખખડાવ્યો હતો.
પરંતુ કોઈ પ્રત્યુતર ન મળતા દરવાજો જોરથી ધક્કો મારતા તે ખુલી ગયો હતો. જેમાં યુવતીએ બાથરૂમમાં જ ગળે ફાંસો લાગેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો. જેથી તાત્કાલિક પરિવારના સભ્યોએ પાડોશીઓને જાણ કરી હતી તાત્કાલિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી જેથી ટાઉન પોલીસના પોલીસ કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. યુવતીએ કયા કારણોસર આત્મહત્યા કરી તેને લઈને નવસારી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application