નવસારીનાં જલાલપુર તાલુકામાં કલ્થાણ ગામે નવગડા ફળિયામાં રહેતા 19 વર્ષીય દિવ્યેશ રમેશભાઈ હળપતિ કે જે રત્નકલાકારી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો તેણે ઘરમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. જેથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. મળતી માહિતી અનુસાર, નવસારી શાંતાદેવી વિસ્તારમાં રત્નકલાકારનું કામ કરતા દિવ્યેશ રમેશભાઈ હળપતિ એ પોતાના ઘરની છતની લોખડની એગલ સાથે નાયલોનની દોરી બાંધી આત્મહત્યા કરી હતી. જોકે કયા કારણોસર જીવન ટૂંકાવ્યું છે તેને લઈને હજું સુધી કોઈ માહિતી સામે આવી નથી.
આ સમગ્ર મામલે જલાલપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. છેલ્લા 15 દિવસથી નવસારી જિલ્લામાં 18થી લઈને 20 વર્ષની ઉંમરનાં યુવાનો અને યુવતીઓમાં આપઘાત કરવાના બનાવમાં ચિંતાજનક વધારો થયો છે. યુવાનોમાં આજકાલ સહનશીલતાનો અભાવ જોવા મળ્યો હોય તેમ મનોવૈજ્ઞાનિક કારણ સામે આપ્યું છે. ડિપ્રેશન, પ્રેમ સંબંધ, વ્યવસાયિક નિષ્ફળતા, હતાશા જેવા કારણોને લઈને યુવાનો મોટી સંખ્યામાં આપઘાત કરતા હોય તેવા આંકડા પરથી તારણ કાઢી શકાય છે. કલથાણ ગામનાં યુવાનના અપઘાત કેસમાં પિતાએ અકસ્માત અંગે ફરિયાદ આપી હતી અને જલાલપુર પી.આઇ કેસની તપાસ કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500