Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દરિયા કિનારે મૃત્યુ પામેલી હાલતમાં એક અજાણ્યા વ્યકિતની લાશ મળી, પોલીસ તપાસ શરૂ

  • July 27, 2022 

નવસારીનાં જલાલપોર તાલુકાનાં દીવાદાંડી માછીવાડ ગામે દરિયા કિનારે એક અજાણ્યા 35 થી 40 વર્ષના યુવકની મૃત હાલતમાં લાશ મળતા જેની માહિતી સ્થાનિક ગ્રામવાસી દ્વારા મરોલી પોલીસ મથકે આપતા વધુ તપાસ પોલીસ કર્મીઓ કરી રહ્યા છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,  દીવાદાંડી માછીવાડ ગામે દરિયા કિનારે મૃત્યુ પામેલી હાલતમાં એક અજાણ્યા વ્યકિતની લાશ મળી આવી છે.




જોકે આ અજાણ્યો દરિયાનાં પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યો હતો અને મૃતકની ઓળખ થઇ નથી. મૃતકની વય આશરે 35 થી 40 વર્ષ, ઊંચાઇ 5 ફૂટ 5 ઇંચ, ડાબા હાથે કાંડાથી ઉપર અને કોણીથી નીચેના ભાગે અંગ્રેજીમાં અમિત નામનું છુંદણાનું નિશાન જણાયેલ છે. અજાણ્યા મૃતકના વાલી વારસોએ મરોલી પોલીસ સ્ટેશન ટેલિફોન નંબર (02637) 272050, નવસારી કંટ્રોલ રૂમ (02637) 246303 પર સંપર્ક કરવા જણાવાયું છે. અજાણ્યા યુવાનની લાશની વિગત નવસારી જિલ્લાના પોલીસ મથકોએ આપી યુવાનની ઓળખ કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application