Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : ટેમ્પોએ બાઈકને ટક્કર મારતાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત

  • November 24, 2022 

નવસારીમાં એરૂ ગામથી દાંડી તરફ જવાના રોડ પર ટેમ્પો ચાલકે બાઇકને ટક્કર મારતા નોકરી પર જતા મોટી પેથાણનાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મળતી માહિતી અનુસાર, નવસારીમાં એરૂમાં રહેતા ચંદ્રેશ મનુભાઈ પટેલે જલાલપોર પોલીસમાં જાણ કરી કે જલાલપોર તાલુકાનાં મોટી પેથાણ ગામે રહેતા ભાર્ગવ ગુલાબભાઈ પટેલ (ઉ.વ.26) પોતાની બાઇક નંબર GJ/21/AR/9429 લઈને નોકરી ઉપર જતા હતા.




તે દરમિયાન એરૂ પાસેથી પસાર થતા હતા ત્યારે સામેથી ટેમ્પો નંબર GJ/21/Y/0381નાં ચાલકે પોતાનો ટેમ્પો પૂરઝડપે હંકારી સામેથી આવતી ભાર્ગવની બાઇકને ટક્કર મારી હતી. જેને પગલે ભાર્ગવ રોડ પર પટકાતા માથા અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. વધુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું હતું. બનાવ અંગે પોલીસ તપાસ શરૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application