Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Theft : દિનદહાડે તસ્કરોએ ફ્લેટનાં તાળા તોડીને ચોરી કરી ફરાર, પોલીસ તપાસ શરૂ

  • October 06, 2022 

નવસારીનાં જમાલપોર વિસ્તારમાં આવેલ નિલકંઠ એપાર્ટમેન્ટમાં દિનદહાડે તસ્કરોએ ફ્લેટનાં તાળા તોડીને ચોરીને અંજામ આપ્યો હતો. મળતી માહિતી મુજબ, જમાલપોર વિસ્તારમાં નિલકંઠ રેસિડેન્સીમાં સાંજે 3 થી 5 કલાકના અરસામાં બિલ્ડીંગ નંબર-Cમાં 201 અને 203નાં ફ્લેટનાં તાળા તૂટ્યા હતા. જોકે ફ્લેટ નંબર-201માં રહેતી મહિલા ઘરનું કામ પૂરું નીચે ગયા બાદ પરત ફ્લેટ પર આવી ત્યારે તસ્કરો તેમના જ ઘરનું બારણું બંધ કરતા હતા. તેણીએ તમે શું કામ કરવા આવ્યા તેમ પૂછતાં આ 3 યુવાનો મહિલાની નજર સામેથી ભાગી છૂટ્યા હતા.




જોકે મહિલાએ ઘરમાં જોયું તો સામાન અસ્ત વ્યસ્ત હતો. જેથી તેણીએ ચોર ચોરની બૂમો પાડતા લોકો આવે તે પહેલાં ચોરટાઓ એપાર્ટમેન્ટની પાછળનાં ભાગે આવેલા રસ્તેથી ભાગી ગયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. સ્થાનિકોએ ચોરી થયાના આશરે ચાર કલાક બાદ પોલીસને જાણ કરી હતી. જેને પગલે પોલીસે ઘટના સ્થળે ધસી આવી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application