નવસારી શહેરમાં આવેલ શાંતાદેવી રોડ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. જેમાં રત્ન કલાકાર યુવક ઘરે જમવા જતો હતો. તે સમયે ટેમ્પા સાથે ટક્કર થતાં તેનું મોત થયું હતું. બનાવ અંગે ટાઉન પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, શાંતાદેવી પાસે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં પાસે ટેમ્પા ચાલકે એક યુવકને અડફેટે લીધો હતો.
જેમાં 31 વર્ષીય કૈલાશ પરભુભાઈ બિયાની નામના રત્ન કલાકારનું ટેમ્પાની અડફેટે આવી જતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. ઘટનાની જાણ પોલીસને થતા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર થયો હતો. ટાઉન પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application