Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Theft : પાર્ક કરેલ બાઈકની ચોરી થતાં પોલીસ ફરિયાદ

  • September 06, 2023 

નવસારીના વિજલપોરના સૂર્યનગરમાં રહેતા યુવકે બાઇક તેમના ઘર નજીક મુકી હતી. તે કોઇ અજાણ્યો ઇસમ ચોરી જતા યુવાને વિજલપોર પોલીસમાં બાઇક ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, વિજલપોરમાં રહેતા દિપેશ અરૂણભાઇ ચૌધરી (રહે.વિજલપોર, મારૂતીનગર)નાએ પોતાની બાઇક નંબર GJ/21/BE/2255 જેની કિંમત રૂપિયા 25 હજારની ખરીદી હતી. જેનો ઉપયોગ નોકરી જવા આવવા માટે કરતા હતા. જોકે ગત તા.2 સપ્ટેમ્બરના રોજ દિપેશે તેમની બાઇક સૂર્યનગર પ્લોટ નં.131,781/1 તાલુકો જલાલપોરમાં પાર્ક કરેલી હતી. તે 2.30 વાગ્યાથી 6.30 દરમિયાન કોઇ અજાણ્યો ઇસમ ચોરી જતા તેની શોધખોળ આજુબાજુના વિસ્તારમાં મળી ન આવતા વિજલપોર પોલીસ મથકે જાણ કરતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application