ચીખલી તાલુકાની એક સગીરા સાથે પ્રેમસંબંધ બાંધી બળાત્કાર ગુજારનાર વાંસદા તાલુકાનાં યુવક સામે પોક્સો-બળાત્કાર સંદર્ભનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે સગીરાને ઉલ્ટી બંધ નહીં થતા સારવાર દરમિયાન લેબોરેટરીમાં અઢી માસનો ગર્ભ હોવાનું બહાર આવતા સમગ્ર હકીકત બહાર આવી હતી. બનાવની વિગત એવી છે કે, ચીખલી તાલુકાનાં છેવાડાના એક ગામની સગીરા ધોરણ-8માં અભ્યાસ કરતી હતી.
તે સમય દરમિયાન વાંસદા પંથકનાં પિયુષ પટેલ સાથે આંખો મળી જતા પ્રેમસંબંધ બંધાયો હતો. તે સમય દરમિયાન તેઓ બંને વાતચીત જ કરતા હતા. ત્યારબાદ ધોરણ-10ની પરીક્ષા પૂર્ણ કર્યા બાદ હાઈસ્કૂલમાં ચોપડા જમા કરાવી ભાઈના મિત્ર સાથે બાઇક પર બેસી પરત જતી હતી. તે દરમિયાન પ્રેમી પિયુષે જોતા તેની બાઇક પર બેસાડીને પુલ નીચે લઈ જઇ તું કેમ તેની સાથે બેસીને ગયેલી તેમ કહી બે-ત્રણ તમાચા મારતા આ વાત સગીરાએ માતાને જણાવતા પરિવારજનો પિયુષના ઘરે જઈને બંને પક્ષ સાથે સમાધાન કર્યું હતું.
જોકે આ દરમિયાન અઢી માસ પૂર્વે સગીરાના ઘરમાં કોઈ નહીં હોય તે સમય દરમિયાન સગીરા તેના મિત્ર સાથે વીડિયો કોલિંગ પર વાત કરતી હતી ત્યારે પિયુષ આવીને શરીર સંબંધ માટે બળજબરી કરવા લાગ્યો હતો. તે વખતે વિડીયો કોલ પર વાત કરતા તેના મિત્રએ પણ કઇ કરવા ના પાડી હતી. તે વખતે પિયુષે મોબાઈલ ઝૂંટવી લઈ વિડીયો કોલ કટ કરી જબરજસ્તી કરી સગીરાની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારતા અઢી માસનો ગર્ભ રહી ગયો હતો.
બનાવ બાદ સગીરાને ઉલ્ટી શરૂ થતા સ્થાનિક તબીબ પાસે સારવાર બાદ પણ ઉલ્ટી બંધ નહીં થતા આલીપોર હોસ્પિટલમાં અને પછી રાનકૂવામાં હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. જ્યાં લેબોરેટરી કરાવ્યાં બાદ તબીબે સગીરા ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું. જેથી ચીખલીમાં પરીક્ષણ કરાવતા અઢી માસનો ગર્ભ હોવાનું બહાર આવતા આ સમગ્ર મામલે સગીરાની માતાની ફરિયાદ મુજબ પોલીસે પિયુષ વિરૂદ્ધ પોક્સો (બળાત્કાર)ની જોગવાઈ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ પી.આઈ. કરી રહ્યાં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500