Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : પ્રેમસંબંધ હોવાનો વહેમ રાખી યુવક ઉપર હુમલો કરનાર ઈસમ સામે પોલીસ ફરિયાદ

  • November 09, 2022 

બીલીમોરામાં પતિએ પોતાની પત્ની સાથે પ્રેમસંબંધ હોવાનો વહેમ રાખી એક યુવક ઉપર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. જોકે ભોગ બનનાર યુવક ગણદેવી શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ છે. જ્યારે હુમલાખોર યુવક પર હુમલો કરી ફરાર થઈ ગયો હતો. આમ, બીલીમોરા પોલીસે શંકાશીલ પતિ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, બીલીમોરામાં રહેતા નિકુંજને તેની પત્નીનું ગણદેવી રહેતા અને ગણદેવી શહેર યુવા ભાજપ મોરચાના પ્રમુખ પ્રિયાંક પટેલ સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા વહેમ હતો.

જેથી પતિ નિકુંજભાઈએ તેની પત્નીના પ્રેમી તરીકે જેના પર શંકા વહેમ હતો તે પ્રિયાંકને ફોન કરીને બંદર ઉપર મળવા માટે બોલાવ્યો હતો. ત્યારબાદ પ્રિયાંક આવ્યો પણ તે બંદર ઉપર ન જઈને તે વી.એસ.પટેલ કોલેજ પાસેના એસ્સાર પેટ્રોલપંપ પાસે ઉભો હોવાનું નિકુંજને જણાવ્યું હતું. જેથી નિકુંજ થોડા જ સમયમાં પ્રિયાંક જ્યા ઉભો હતો ત્યાં પહોંચ્યો હતો. દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

જ્યાં નિકુંજે પ્રિયાંકને જણાવ્યું કે, તું મારી પત્ની સાથે કેમ સંબંધ રાખે છે એમ કહી ગાળાગાળી કરી હતી. જ્યાં નિકુંજે એકદમ આવેશમાં આવી જઈને પ્રિયાંક ઉપર હુમલો કરી દીધો હતો. હુમલાખોર નિકુંજે પ્રિયાંકના જમણા હાથ ઉપર ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા, તે સાથે પથ્થર વડે પ્રિયાંકને માથામાં પણ ગંભીર ઇજા પહોંચાડી હતી. હુમલાનાં કારણે ભાજપ યુવા મોરચાનો પ્રમુખ પ્રિયાંક લોહીલુહાણ થઈ ગયો હતો. જ્યા તેના સાથી મિત્રો ત્યાં આવી જતા તેને વધુ મારમાંથી બચાવ્યો કહતો.


આમ, હુમલાખોર નિકુંજ હુમલો કરી જતા જતા ‘હવે પછીથી મારી પત્ની જોડે આડા સંબંધ રાખશે તો જાનથી મારી નાંખીશ’ એવી ધમકી આપી ઘટના સ્થળેથી નાસી ગયો હતો. ગંભીર ઘાયલ પ્રિયાંકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. તેના ભાઈ ધવલ અરવિંદભાઈ પટેલે આ ઘટના અંગે બીલીમોરા પોલીસમાં નિકુંજ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે બીલીમોરા પોલીસે ગુનો નોંધી નિકુંજની શોધખોળ કરી રહી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application