નવસારીનાં ચીખલી તાલુકાનાં મજી ગામમાં પરિવાર મકાન બંધ કરી મુંબઈ દીકરીનાં ઘરે જતા રાત્રિ દરમિયાન તસ્કરોએ તરાપ મારી સોનાનાં દાગીનાં સહિત રોકડ મળી રૂપિયા 1.10 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, ચીખલીનાં મજી ગામમાં ડેરી કોલોનીમાં રહેતા અને ફરિયાદી પ્રવિણાબેન નટુભાઈ ગજ્જર ગત તા.5મી નવેમ્બરનાં રોજ પતિ અને પુત્ર સાથે મુંબઈ તેમની દીકરી સ્વીટીના ઘરે ગયા હતા.
તે દરમિયાન રાત્રિના સમયે તસ્કરો ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં આવેલા કબાટમાં મુકેલા રોકડા રૂપિયા 15,000/- તેમજ રૂમમાં આવેલ પલંગના નીચે એક થેલીમાં સોનાના ઘરેણાં રાખ્યા હતા જેમાં સોનાની બંગડી 8 નંગ સોનાની વીટી 3 નંગ, સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટ્ટી, અમેરિકન ડાયમંડના સોનાના કાપ, સોનાની કાનસેર, નાકની જડ મળી કુલ રૂપિયા 1.10 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પ્રવિણાબેને પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500