Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : અજાણ્યા વાહન અડફેટે આવતાં રાહદારીનું ઘટના સ્થળે મોત

  • August 11, 2023 

ચીખલી તાલુકાનાં હોન્ડ ગામે નેશનલ હાઇવે પર રાત્રિ દરમિયાન સાયકલ લઈને રોડ ક્રોસ કરી રહેલ સ્થાનિક 47 વર્ષીય શખ્સને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુહબ, બુધવારે રાત્રે 9.30 વાગ્યાનાં અરસામાં રાજેશ ચીમનભાઈ રાઠોડ (રહે.હોન્ડ, તળાવપાર ફળિયા, તા.ચીખલી) સાયકલ સાથે હોન્ડ નેશનલ હાઇવે ઝંડા ફળિયા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન પૂરઝડપે આવતી અજાણ્યા વાહનનાં ચાલકે તેમને અડફેટે લેતા ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે નવિન પંચાલ (રહે.હોન્ડ, ઝંડા ફળિયા, તા.ચીખલી)નાંએ ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application