Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : બાઈક ઝાડ સાથે અથડાતાં બાઈક સવાર 3 યુવકો પૈકી એકનું મોત

  • November 23, 2022 

નવસારી વાંસદા તાલુકાનાં ધાકમાળ ગામ પાસે ડાંગનાં બારખાંદીયા ગામનાં 3 યુવકો બાઈક ઉપર માવલીદેવ કામ અર્થે આવ્યા હતા અને દેવ કામ પતાવીને જઈ રહ્યા હતા. તે દરમિયાન ધાકમાળ પાસે બાઈક ઝાડ સાથે અથડાતા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય સવાર 2 જણાંને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ લઈ જતાં એકનું સારવાર દરમિયાન વલસાડમાં મોત નીપજ્યું હતું. બનાવની વિગત એવી છે કે, ધાકમાળ ગામે ડાંગનાં વઘઈ તાલુકાના બારખાંદીયા ગામે રહેતો રવિ હરિદાસ પાલવે (ઉ.વ.17) નાએ રાત્રે તેના બે મિત્રો યોગેશ રામચંદ્ર ભોયે અને રાહુલ જગુભાઈ તુંમડા (બંને રહે.બારખાંદીયા,તા.વઘઈ) સાથે બાઈક નંબર જીજે/30/સી/504 ઉપર આ માવલીદેવ કામે આવ્યા હતા.




જ્યાંથી તેના મિત્ર સાથે વાત કરીને કહેલું કે અમે થોડીકવાર પછી આવીએ છીએ તેમ કહીંને વાંસદા તરફ નીકળ્યાં હતા. તે દરમિયાન ધાકમાળ ગામ પાસે આવેલા ગુલમહોરનાં વૃક્ષ સાથે બાઇક અથડાઇ હતી. જેને પગલે બાઈક ચાલક રવી હરિદાસ પાલવે સહિત ત્રણેય રોડ પર પટકાતા ઈજા પહોંચી હતી. જેમાં બાઈક ચાલક રવિ પાલવેનું ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે 108માં યોગેશ ભોયે અને રાહુલ તુમડાને બેભાન હાલતમાં પ્રથમ વાંસદા કોટેજ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાંથી વધુ સારવારની જરૂરિયાત હોવાથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જ્યાં રાહુલ તુમડાનું પણ મોત નીપજ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application