નવસારીના જલાલપોર તાલુકાના ઉભરાટ રોડ પર બાઈક સ્લીપ થઈ જતા ઓ.એન.જી.સી.માં કામ કરતા બે કામદારો પૈકી એક કામદારનું મોત થયું હતું. મરોલી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, કાર્તીક મુર્ગન તેવર અને તેમના મિત્ર સુરેશ કોલદલય બંને ઓ.એન.જી.સી.માં કામ કરે છે. જેઓ ગત તારીખ 2જી સપ્ટેમ્બરના રોજ રાત્રિના સવા આઠેક વાગ્યે ઉભરાટ ગામથી દાંતી ગામ પાસે પોતાની બાઈક નંબર KA/19/Q/6566ની લઇને જતા હતા. તે દરમિયાન રાત્રિના સાડા આઠેક વાગ્યે ઉભરાટ ગામ સિવિન ફાર્મ હાઉસની સામે ઉભરાટ ગામથી દાંતી ગામ જતા રોડ પર અકસ્માતે બાઈક સ્લીપ થઇ ગઇ હતી. બંનેને ઇજા થયા બાદ મરોલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ ગયા હતા. જેમાં ચાલક કાર્તીક મુર્ગન તેવર (ઉ.વ.29)નું ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે ઇજાગ્રસ્ત સુરેશને નવસારી સિવિલ બાદ સુરત સિવિલમાં સારવાર માટે લઇ ગયા હતા. અકસ્માત અંગે મરોલી પોલીસ તપાસ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application