બીલીમોરા શાંતિનગર ટાઉનશીપમાં રહેતા નટવરભાઈ રામભાઈ પટેલ (ઉ.વ.65) ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાંથી નિવૃત્ત થઈ નિવૃત જીવન જીવી રહ્યા હતા. જોકે ગતરોજ અમાસ હોવાથી તેઓ વલોટી શનિદેવ મંદિરે દર્શન કરવા તેમની બાઇક નંબર GJ/07/BJ/9066 પર તેમની પત્ની સવિતાબેન સાથે બપોરે 2.30 વાગ્યાના અરસામાં નીકળ્યા હતા. તેઓ બીલીમોરા-ગણદેવી માર્ગ પર આવેલ દત્ત પેટ્રોલ પંપ સામેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે તેમની સામેની તરફથી પૂરઝડપે આવી રહેલી મેસ્ટ્રો મોપેડ પર સવાર યુવતીએ તેમની બાઇકને ટક્કર મારી હતી.
જેને પગલે નટવરભાઈ અને સવિતાબેન રોડ ફંગોળાઈ નીચે પડી ગયા હતા. નટવરભાઇને માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચતા તુરંત બીલીમોરા ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં હોસ્પિટલનાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના પત્ની સવિતાબેને બનાવની જાણ તેમના પુત્રને કરતા તેમના પરિવાર જનો તેમજ સોસાયટીનાં લોકો હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જોકે આ ઘટનામાં નટવરભાઈ પત્ની સવિતાબેનને પણ હાથના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મૃતક નટવરભાઈનાં પરિવારમાં તેમના પત્ની અને બે સંતાનો સાથે રહેતા હતા. ઘટનાની જાણ તેમના પુત્રએ બીલીમોરા પોલીસમાં કરતા બીલીમોરા પી.આઇ. તપાસ કરી રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application