Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાંસદા-ચીખલી રોડ પર ઇકો ગાડીનાં ચાલકે બાઈકને અડફેટે લેતાં બે યુવકનાં મોત, ગાડીનાં ચાલક સામે ગુનો દાખલ

  • May 19, 2023 

નવસારીનાં વાંસદા તાલુકામાં હનુમાનબારી પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા યુવકનું મોત નિપજ્યું હતું, તો અન્ય 2ને ઇજા થઇ હતી. બનાવ અંગે વાંસદા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વાંસદાનાં હનુમાનબારી ગામે વાંસદા-ચીખલી રોડ પર ઇકો ગાડી નંબર GJ/21/CA/9761નાં અજાણ્યા ચાલકે ગાડી પૂરઝડપે અને ગફલતભરી હંકારી લાવી રસ્તા પરથી પસાર થઇ રહેલ CT100 બાઇક નંબર GJ/21/J/0869નાં ચાલકને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં બાઇક પર સવાર શિવમ ધીરુભાઇ પટેલ (ઉ.વ.18., રહે.નાની વાલઝર, પટેલ ફળિયુ, તા.વાંસદા)નાંને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.






જયારે બાઇક પર સવાર અન્ય બે યુવક અતિક વિજયભાઈ પટેલ અને નિકેત કાંતિલાલ પટેલને હાથ-પગ અને પાંસળીનાં ભાગે ફ્રેકચર થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ગુરૂવારે સારવાર દરમિયાન અતિકનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટયો હતો. બનાવ અંગે મૃતકના પિતાએ વાંસદા પોલીસ મથકે ઇકોના અજાણ્યા ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application