બીલીમોરા નજીક કાંઠા વિસ્તારનાં પોસરી ગામનાં તળાવમાં 14 વર્ષનો 9માં ધોરણમાં ભણતો વિદ્યાર્થી તળાવની વચ્ચે બનાવેલા ટાપુ સુધી તરીને ગયા બાદ પરત ફરતી વખતે અકસ્માતે પાણીમાં ડૂબી જતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું. બનાવની વિગત એવી છે કે, પોંસરી ગામનાં તળાવની વચ્ચે એક નાનું ટાપુ બનાવાયું છે જે તળાવની સુંદરતામાં વધારો કરે છે. આ ટાપુનું યુવાનોમાં ઘણું આકર્ષણ છે પણ હજી તેને વિકસાવવાનું બાકી છે. ટાપુની વચ્ચે લાઈટ પોલ બનાવવામાં આવ્યો છે. તળાવના પાણીમાં તરીને યુવાનો ટાપુ સુધી પહોંચે છે.
જ્યાં બનાવેલા લાઈટ પોલની સામે ઊભા રહીને ફોટોશૂટ અને સેલ્ફી લેવાની ઘેલછા થોડાક સમયથી વધી જવા પામી છે. જોકે શનિવારે 14 વર્ષનો 9માં ધોરણમાં ભણતો આર્યન અનિલભાઈ ટંડેલ (રહે.રામજી મંદિર, ગાંધી સ્ટ્રીટ, વલસાડ) પોસરી આવ્યો હતો. જે તરીને મધ્યમાં આવેલ ટાપુ સુધી પહોંચ્યો હતો. તે એકલો જ હોવાનું કહેવાય છે, જ્યારે આ તળાવમાં અન્ય બીજા મેથીયા ગામનાં ત્રણ યુવાનો પણ ટાપુ સુધી તરીને ગયા હતા, આ ત્રણ જણાઓ પરત સુરક્ષિત તળાવમાંથી તરીને બહાર આવી ગયા હતા.
જ્યારે આર્યન ટંડેલ પરત થતી વખતે કોઈક કારણસર પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. જેથી પોંસરી ગામનાં સેવાભાવી યુવાનો સાથે તાલુકા પંચાયતના સભ્યએ ડૂબી ગયેલા આર્યન ટંડનના મૃત્યુ દેહને તળાવમાંથી શોધી કાઢીને બહાર કાઢવા માટે ભારી જેહમત ઉઠાવી હતી. બનાવ અંગે બીલીમોરા પોલીસ વધુ તપાસ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500