નવસારીમાં રેતીનાં વ્યાપાર સાથે સંકળાયેલા વેપારીએ તેના પુત્રના હાથમાં રિવોલ્વર પકડાવીને ફોટો પાડી તેને સોશિયલ મીડિયામાં મુક્યો હતો. જેને લઈ જાગૃત નાગરિકોએ વાંધો ઉઠાવી કલેક્ટર પાસે હથિયારનો પરવાનો રદ કરવાની માંગ કરતા કલેક્ટરે રેતીના વેપારીનો હથિયારનો પરવાનો રદ કરી દીધો હતો. બનાવની વિગત એવી છે કે, નવસારીમાં બંદર રોડ પર રહેતા ધર્મેશ નારાયણ ઓડની પાસે રિવોલ્વર છે અને તેનું લાયસન્સ પણ હતું.
જોકે આ રિવોલ્વર ધર્મેશ ઓડનાં પુત્રએ હાથમાં પકડી ફોટો સોશિયલ મીડિયામાં મુક્યો હતો. જેને લઈ આ બાબતે નવસારીના જાગૃત નાગરિકે કલેક્ટરની કોર્ટમાં આ રિવોલ્વરવાળો ફોટો મૂકી હથિયારનો પરવાનો રદ કરવા ફરિયાદ કરી હતી. જેને પગલે કલેક્ટરની કોર્ટમાં જરૂરી વિચારણા કરતા કોર્ટે નોંધ કરીને ધર્મેશ નારાયણ ઓડ (રહે.બંદર રોડ,નવસારી)નો હથિયાર પરવાનો રદ કરવા માટે આદેશ આપ્યો હતો. આ હથિયાર ટાઉન પોલીસમાં જમા કરાવવા પણ આદેશ આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application