Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પોમાંથી રૂપિયા 1.13 લાખનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો

  • August 07, 2023 

નવસારી LCB પોલીસે દમણથી સુરત જઈ રહેલા આઇસર ટેમ્પોને ઝડપી પાડી તેમાં તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પોલીસે ચાલકને ઝડપી દારૂનો જથ્થો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અજીતકુમાર શ્રીહૃદયનારાયણ સિંહ વગર પાસ પરમિટે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ 1835 જેની કિંમત રૂપિયા 1,13,350/- દમણથી કડોદરા સુરત આઇસર ટેમ્પોમાં લઈ જઈ રહ્યો હતો. જે બાતમીનાં આધારે નવસારી LCBની ટીમે બોરિયાચ ટોલ નાકા પર વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા જણાવ્યું કે, દારૂનો જથ્થો રેણુશીગ ભૂષણ નામની મહિલાએ ભરાવી આપ્યો હતો જેથી પોલીસે તેણે વોન્ટેડ જાહેર કરી હતી. જોકે 1835 નંગ દારૂ સાથે આઇસર ટેમ્પો રોકડા મળી કુલ કુલ રૂપિયા 7,19,50/-નો મુદ્દામાલ નવસારી L.C.B.એ કબ્જે કરી વધુ તપાસ ગ્રામ્ય પોલીસને સોંપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application