વાંસદા પોલીસ સ્ટાફનાં માણસોએ કડોદરા-સુરત તરફ જતા એક પીકઅપ ટેમ્પામાં ચોરખાનું બનાવી ઈંગ્લીશ દારૂ સાથે એકની અટક કરી બે જણાને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર, વાંસદા પોલીસ સ્ટાફનાં માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, એક પીકઅપ ટેમ્પો નંબર GJ/06/XX/5662માં ઈંગ્લીશ દારૂ ભરીને વાંસદા, ભીનાર, ઉનાઈ થઈ કડોદરા તરફ જવાની છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો વાંસદા, ઉનાઈ માર્ગ પર આવેલા ચઢાવ ગામેથી પસાર થતી કોષખાડીના પુલ ઉપર વોચ રાખી બાતમી વાળી પીકઅપ આવતા જોઈ ઉભી રાખી હતી. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરતા પાછલા ભાગે ફીટ કરેલી બોડીની નીચે ચોરખાનું બનાવેલ હતું.
જોકે તેને ખસેડીને તપાસ કરતા અંદર વ્હિસ્કીની નાની 576 બોટલ જેની કીમત રૂપિયા 72 હજાર મળી આવતા પોલીસે પીકઅપને પોલીસ મથકે લઈ આવ્યા હતા. આમ, પોલીસે અને પીકઅપ ટેમ્પો મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 2,77,210/-નો મુદ્દામાલ કબ્જે કરી ચાલક ઉદય મહેશરામ ચંદ્રવંશી (રહે.પ્રાયવિલા સોસાયટી, જોળવા ગામ, તા.પલસાણા, સુરત, મૂળ રહે ઝારખંડ) નાની અટક કરી દારૂ ભરેલી પીકઅપ તેમણે અનિલ નામના ઇસમને વોટ્સપ કોલ કરતા તેનો માણસ ભીલાડ સેલવાસ માર્ગ ઉપર આવીને આપી ગયો હતો અને કડોદરા પહોંચીને જાવેદ નામના ઈસમને કડોદરા પહોંચી ફોન કરી પીકઅપ આપવા જણાવ્યું હતું જેથી પોલીસે ચાલક ઉદય ચંદ્રવંશી અને ફરાર અનિલ તથા જાવેદ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની વધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500