નવસારી શહેરનાં શાંતાદેવી વિસ્તારમાં રહેતી રત્નકલાકારની દિકરીને તેમના જ એક મિત્રનાં પુત્રએ ભગાવી જતા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ધોરણ-11 બાદ બહારથી ધોરણ-12ની પરીક્ષા આપવાની તૈયારી કરતી સગીરાને 23 વર્ષનો યુવક મયુર કિરીટભાઈ હરસોરા લગ્નની લાલચ આપી ઘરથી ભગાડી હતી.
જેને લઈને સગીરાનાં પરિવારજનો આ બાબતે ચિંતાતુર બનતા શોધખોળ કરતાં ખબર પડી કે, સગીરાનાં પિતાનાં મિત્ર કિરીટભાઇનાં પુત્ર મયુર એ જ કારસ્તાન કરતા પિતાએ પોતાની સગીર વયની દીકરીને ભગડવાના અંગે ટાઉન પોલીસમાં ફરીયાદ આપતા પોલીસે આરોપી યુવક અને સગીરા સુધી પહોંચવા માટેની તપાસ શરૂ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application