બીલીમોરા નગરપાલિકાએ ચાલુ નાણાંકીય વર્ષ 2022-23ના અને પાછલી બાકી મળી કુલ 501 લાખ વેરા માંગણા સામે હાલ સુધી રૂપિયા 308.92 લાખની વેરા વસૂલાત કરી છે. બાકી વેરાદારોની 6 દુકાનને સીલ મારવામાં આવ્યું છે. બીલીમોરા નગરપાલિકાએ નાણાંકીય વર્ષ 2022-23ના વર્ષ પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે બીલીમોરા પાલિકાએ વેરા વસૂલાત માટે બાકી વેરાદારો સામે લાલ આંખ કરી છે. બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા રહેણાંક અને કોમર્શિયલ મિલકત ધારકો જેમની પાસે વર્ષ 2022-23 માટે ચાલુ વર્ષના રૂપિયા 363 લાખ અને પાછલા વર્ષના રૂપિયા 138 લાખ વેરા માંગણા હતા.
આ વેરા માંગણા સામે ચાલુ વર્ષના રૂપિયા 306 લાખ વેરા વસૂલાત અને પાછળની બાકી સામે રૂપિયા 57 લાખ વેરા વસૂલાત કરી છે. હજુ પણ પાલિકા બાકીદારો પાસે વેરો વસૂલવા મક્કમ છે. પાલિકાએ વેરો નહીં ભરનારા મિલકતધારકો સામે લાલ આંખ કરી નોટિસ ફટકારી સિલિંગની કાર્યવાહી પણ કરી રહી છે. જેમાં બાકી વેરાદારોને નોટીસ પાઠવવામાં આવી રહી છે. જે પૈકી નગરપાલિકાએ બાકી વેરાદારો પૈકી 6 દુકાનને સીલ મારી દેવાયું છે. બીલીમોરા પાલિકાની ટીમ 100 ટકા વેરા વસૂલાત માટે પ્રયત્નશીલ છે. પાલિકા તંત્રએ લાંબા સમયથી નોટિસને નહીં ગણકારનારા શહેરના રાજલક્ષ્મી પ્લાઝાની 3 દુકાન અને કલ્યાણ ચેમ્બરની 3 દુકાનને સીલ મારી દીધું હતું. પાલિકાએ આવી કાર્યવાહીથી બચવા સમયસર વેરો ભરી દેવા જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application