નવસારીનાં જલાલપોરમાં રહેતો યુવક તેની મિત્ર સાથે બપોરનાં સમયે દાંડી તરફ જતા કરાડી ગામ પાસે રસ્તામાં અચાનક ગાય આવી જતા બ્રેક મારતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા યુવક રસ્તા પર ફંગોળાયો હતો અને જેને પગલે ગંભીર ઇજાથી યુવકનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, જલાલપોરનાં આનંદ ભુવનની ચાલમાં રહેતા રમેશભાઈ બધાભાઈ માધડએ જલાલપોર પોલીસમાં ફરિયાદ આપી હતી કે, તેમના પુત્ર સાગર (ઉ.વ.21) તેની મિત્ર દૃષ્ટિ સાથે બાઇક નંબર GJ/21/AM/3060 ઉપર દાંડી તરફ જતા હતા.
તે દરમિયાન બપોરે 12 વાગ્યાનાં અરસામાં કરાડી ગામ પાસે અચાનક રસ્તા પર ગાય પસાર થતા બ્રેક મારી હતી જેથી બાઈક સવાર સાગર અને દૃષ્ટિ રસ્તા પર પડતા સાગરને માથાનાં ભાગે ઇજા થતા ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે સાગરના મોબાઈલ પરથી કરાડી ગામનાં યુવાનોએ મોબાઈલ પર ફોન કરી અકસ્માતની જાણ કરી હતી. જેને પગલે મૃતકના પિતા રમેશભાઈ મધાડ ઘટના સ્થળે ધસી ગયા હતા. જ્યાં તેમનો પુત્ર મૃત હાલતમાં જોવા મળ્યો હતો. જયારે બાઇક પાછળ બેસેલી દૃષ્ટિબેનને ઈજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application