Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિજલપોર ખાતે પરિવાર ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા ગયા અને તસ્કરોએ દાગીનાં, વિદેશી ચલણ અને પાસપોર્ટની ચોરી જકરી ફરાર

  • March 06, 2023 

નવસારીનાં વિજલપોરનાં શિવાજી ચોક વિસ્તારમાં રહેતા NRI પરિવાર યજ્ઞમાં જતા તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવી પાસપોર્ટ સહિત માલમત્તાની ચોરી કરી ગયા હતા. મૂળ અમેરિકાના ન્યુજર્સીમાં રહેતા ગણેશભાઈ ભવાનીભાઈ રાણા તેમના પરિવારમાં ધાર્મિક પ્રસંગ હોય તેઓ તેમના શિવાજી ચોક વિસ્તારમાં આવેલ કિનલ અપાર્ટમેન્ટના પહેલા માટે આવેલા ફ્લેટ નંબર-106માં આવ્યા હતા. તેઓએ ઘરના કબાટમાં પાસપોર્ટ, વિદેશી ચલણ, દાગીના સહિત અન્ય દસ્તાવેજો પણ મુક્યા હતા.





જોકે શુક્રવારે તેઓ તેમના સાળાના ઘરે યજ્ઞ હોય ગડત ગામે ગયા હતા અને સાંજે પરત ફર્યા બાદ જોયું તો તેમના ઘરનો મુખ્ય દરવાજાનું તાળું અને અડાગરો તૂટેલો હતો. ઘરમાં જતા કબાટમાં મુકેલા સોના-ચાંદીના દાગીના સહિત વિદેશી ચલણ, પાસપોર્ટ ચોરાઈ ગયો હતો. તેઓ તારીખ 21મી એ USA જવાના હતા. બનાવ અંગે પોલીસે ગુનાની નોંધ લઇ તપાસ શરૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application