Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર ચાલકે ત્રણ બાઈકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

  • December 06, 2022 

નવસારી શહેરમાં આવેલ દુધિયા તળાવ પાસે કારે ચાલકે ત્રણ બાઈક સવારને અડફેટે લીધા હતા. જેમાં 2ને ઇજાં થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની વિગત એવી છે કે, દુધિયા તળાવ શહેરનાં મુખ્ય વિસ્તારમાં છે અને જ્યાં કાયમ ટ્રાફિક હોય જ છે જેમાં સામેથી આવતા બાઈક ચાલકને બચવવા જતાં કાર ચાલકે અન્ય 2 લોકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો તેમજ બાઈક ચાલકોને સામાન્ય ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં કાર ચાલકે બાઈક ચાલકને બચાવવા જતા અકસ્માત થતા બાઈક ચાલકને માત્ર ઇજાઓ પહોંચી હતી. જોકે કોઈ ગંભીર ઘટના બની નથી, સ્થાનિક લોકોએ ભેગા થઈને તાત્કાલિક ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application