અમલસાડમાંથી પસાર થતી રેલવે લાઈન ઉપર અમલસાડનાં અતિપ્રાચીન અંધેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી રેલવે ફાટક નંબર-112 અચાનક વાહન વ્યહાર માટે બંધ કરી દેવાતા લોકમાં રોષ ફેલાયો છે. વર્ષોથી અમલસાડ પંથકનાં અનેક ગામોનાં લોકો માટે ગણદેવી, ચીખલી કે પછી અબ્રામા, દાંડી, બીલીમોરા તરફ અવર-જવર માટે રેલવે ક્રોસિંગ કરવા માટે રેલવે ફાટક નંબર-112 અતિ ઉપયોગી સાબિત થઈ હતી જેમાં અનેક ખેડૂતો, આમજનતા તેમજ અંધેશ્વર ભગવાનના દર્શને આવતા સેંકડો ભાવિકભક્તો માટે મહત્વની છે.
છેલ્લા એકાદ મહિનાથી રેલવે ફાટક અચાનક બંધ કરવાનો નવસારી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પડતા લોકોની સુવિધા છીનવાઈ હતી. વધુમાં હજુતો અમલસાડ રેલવે ઓવર બ્રિજ જે બની રહ્યો છે તે કામ કાજ કયારે પૂર્ણ થશે તે ખબર નથી અને ઓવર બ્રિજનું કામકાજ ચાલુ જ છે. આવા સમયે જિલ્લા કલેકટરે કેમ લોકોની વાહન વવ્યહારની સુવિધા છીનવી લીધી તે આમજનતાને સમજમાં આવતું નથી. બંધ ફાટક ફરીથી શરૂ થાય તે માટે અનેક ગામોના લોકો આવેદનપત્ર પાઠવવા સહી ઝુંબેશ ચલાવી રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application