Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : ગાડી લઈ લીધા બાદ પુરી રકમ ન ચુકવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

  • July 24, 2023 

વાંસદા તાલુકાનાં હનુમાનબારીમાં ઓનલાઈન વેબસાઈટ પર ગાડી વેચાણ માટે મુકતા વલસાડનાં એક વ્યક્તિએ ગાડી લઈ ગઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના હનુમાનબારી ગામના દક્ષેશ કાંતિલાલભાઈ સોલંકી (ઉ. વ.49., રહે.હનુમાન બારી, ચાર રસ્તા પાસે, તા.વાંસદા, જિ.નવસારી)એ પોતાની બલેનો ગાડી નંબર GJ/21/BC/0003 ઓ.એલ.એક્ષ. ઓનલાઇન સાઇટ પર વેચવા માટે મૂકી હતી. ત્યારબાદ ગાડી વેચાણથી લેવા માટે પરવેઝ ઇમ્તીયાઝ કોલીવાલા (રહે.વલસાડ) નાએ કોલ કરી તેમનો સંપર્ક કર્યો હતો અને પછી પરવેઝ ઇમ્તીયાઝ કોલીવાલા તથા અહેસાન ઉર્દૂ ચીકુ મઝીદ મોટરવાલા (રહે.વલસાડ) દક્ષેશભાઈ સોલંકીના ઘરે ગયા હતા અને બલેનો ગાડી રૂપિયા 7,00,001/-માં વેચાણથી લેવા નક્કી કર્યું હતું. ત્યારબાદ પરવેઝભાઇએ તેમને બીલીમોરા ફેડરલ બેંક એકાઉન્ટનો ચેક આપ્યો હતો. દક્ષેશભાઈ સોલંકી ચેક બેંક એકાઉન્ટમાં નાખતા ચેક બાઉન્સ થયો હતો.



ત્યારે દક્ષેશભાઈનાં મોબાઈલ પર સુરતના કૌશીકભાઇ બાબરીયા (જેના પુરા નામ સરનામાની ખબર નથી)નો ફોન આવ્યો હતો અને તેમને જણાવ્યું હતું કે, પરવેઝ પાસેથી રૂપિયા 4,50,000/-માં ગાડી વેચાતી લઇ લીધી છે અને આ 4,50,000/-ની રકમ પરવેઝની પત્ની તનહાઝબેન કોલીવાલા સાથે બધી વાતચીત કરી તનહાઝ બેનના એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા છે. તમારી કાર હવે મારી માલીકીની છે મારે તમારી કારના કાગળો કે અસલ આર.સી. બુકની જરૂર નથી એ તો હું મારી રીતે બનાવી લઇશ અને તમારાથી થાય એ કરી લેજો હુ પરવેઝ પાસેથી આ રીતે જ ગાડીઓ લેતો આવેલ છુ. સુરતના કૌશિકભાઈ બાવરીયાનો કોલ આવતા દક્ષેશ સોલંકી એ પરવેઝને ફોન કરતા ગાડી પરત આપવા માટે અથવા તો ગાડીની વેચાણ પેટે નકકી થયેલા રોકડા રૂપિયા 7,00,001/- આપવા માટે કહેતા પરવેઝે તમારી બલેનો કારને સુરતનાં કૌશીક બાબરીયાને રૂપિયા 4,50,000/-માં વેચી દિધેલ છે અને કૌશીકભાઇએ ગાડીના વેચાણ પેટે રૂપિયા 4,50,000/- મારી પત્ની તનહાઝના બેંક એકાઉન્ટમાં જમા કરાવી દીધા છે. તમારે જે કરવુ હોય તે કરી લે હવે તને તારી કાર પણ પરત નહી મળે અને કારની વેચાણની રકમ પણ પરત નહી મળે તેવી વાત કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application