નવસારીનાં ભૂલા ફળિયા પાટીયા પાસે મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઇવે નંબર-48 ઉપર ગ્રામ્ય પોલીસે એક કારમાં શંકાસ્પદ રીતે દારૂ વહન થતો હોવાની બાતમીનાં આધારે કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન કારમાં સવાર બે યુવકો પોલીસને જોઈ ગભરાઈ ગયા હતા. જેમાંથી એક યુવક ગાડીમાંથી ઉતરી ભાગવા જતા અન્ય વાહન સાથે અથડાયો હતો જેથી તેનો અકસ્માત થયો હતો. જોકે વિરેન્દ્રભાઈ ઉર્ફે અંગત ડાયાભાઈ પટેલને ઈજા પહોંચી હતી.
જેને લઇને તેણે અજાણ્યા વાહન ચાલકો વિરુદ્ધ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે ફરિયાદ નોંધવતા જણાવ્યું હતું કે, વિરેન્દ્ર ઉર્ફે અંગત ડાયાભાઈ પટેલ અને તેનો મિત્ર પુવીત ઉર્ફે પુલ્યો અર્જુનભાઈ પટેલ સાંજનાં સમયે દમણથી કારમાં દારૂ ભરીને કડોદરા જઈ રહ્યા હતા.
તે દરમિયાન બોરીયાચ ટોલનાકા પાસે નવસારીની ગ્રામ્ય પોલીસે તેમની કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસને જોઈને ગભરાઈ ગયેલા બંને યુવકો પૈકી વિરેન્દ્ર પટેલએ ભાગવા જતા કોઈ બીજા વાહન સાથે અથડાયો હતો અને અકસ્માતમાં તેને માથાનાં ભાગે તથા ડાબા ખભાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તે હાલમાં પોલીસ જાપ્તા સાથે સિવિલમાં સારવાર મેળવી રહ્યો છે. બુટલેગરે હાલમાં પોતાની સાથે વાહન ભટકાવનારા અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500