ગણદેવીનાં સરીખુરદ પાસે યુવકને પાછળથી ટક્કર મારી ભાગી ગયા હતા. જોકે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકની પત્નીએ ગણદેવી પોલીસમાં નોંધાવી હતી. બનાવની વિગત એવી છે કે, ગણદેવી તાલુકાનાં ધમડાછા ગામે રહેતા ચેતના હળપતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે, તેઓના પતિ મનીષભાઈ ખડુંભાઈ હળપતિ તા.3 ઓક્ટોબરનાં રોજ ઘરેથી કામ માટે નીકળ્યા હતા.
તે સમયે સરીખુરદ પાસે આવેલ સાંઇ બાબાના મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે મોપેડ નંબર GJ/21/BD/8384નાં ચાલક ભગવાન રતિલાલ ગરાસિયા (રહે.ઘેલખડી, નવસારી) નાએ પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવીને તેમના પતિ મનીષભાઈ હળપતિને ટક્કર મારી માથાના ભાગે ઇજા પહોંચાડી ઘટના સ્થળેથી ભાગી ગયા હતાં. જયારે મનીષભાઈને સારવાર માટે દાખલ કરતા તેમનું સારવાર દરમિયાન મોત થતા ગણદેવી પોલીસ મથકે નવસારીનાં ભગવાન ગરાસિયા વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application